
Ankit Patel
Articles
-
Jan 16, 2025 |
gujarati.indianexpress.com | Ankit Patel
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે મુખ્યમંત્રી આતિશી માર્લેના અને AAP સાંસદ સંજય સિંહને માનહાનિના કેસમાં નોટિસ પાઠવી હતી. આ કેસ કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દાખલ કર્યો છે. સંદીપ દીક્ષિત નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 જાન્યુઆરી છે.
કામધેનુ યુનિવર્સિટી ભરતી : આણંદમાં પ્રોજેક્ટ સહાયકની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો બધી જ માહિતી
Jan 16, 2025 |
gujarati.indianexpress.com | Ankit Patel
Kamdhenu University Bharti, કામધેનુ યુનિવર્સિટી ભરતી 2025: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કામધેનુ યુનિવર્સિટીએ તાજેતરમાં પ્રોજેક્ટ સહાયક ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને પોતાના દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.
-
Jan 16, 2025 |
gujarati.indianexpress.com | Ankit Patel
Gujarat forest department Recruitment, ગુજરાત વન વિભાગ ભરતી : ગુજરાતમાં સારા પગારવાળી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત વન્ય પ્રાણી વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલા વેટનરી ડોક્ટર અને પ્રોજેક્ટ એસોસીએટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
-
Jan 15, 2025 |
gujarati.indianexpress.com | Ankit Patel
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 January 2025 LIVE, આજના તાજા સમાચાર: ઇઝરાયેલ અને હમાસ છેલ્લા 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને બંધક કરાર પર પહોંચી ગયા છે. ટૂંક સમયમાં હમાસ તબક્કાવાર રીતે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલ અને હમાસ કતારની રાજધાની દોહામાં યુદ્ધવિરામ કરાર પર સહમત થયા છે. પ્રથમ તબક્કામાં, હમાસ 33 બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા છે, જ્યારે સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને ઇઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવામાં આવશે.
-
Jan 15, 2025 |
gujarati.indianexpress.com | Ankit Patel
Saif Ali Khan attacked : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. HTના અહેવાલ મુજબ અભિનેતાના બાંદ્રાના ઘરમાં એક ચોર ઘૂસ્યો હતો અને આ દરમિયાન તેણે સૈફ પર હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ઘાયલ થયો હતો. આ ઘટના ગુરુવારે સવારે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જ્યારે અભિનેતા તેના પરિવારના અન્ય સભ્યો સાથે તેના ઘરમાં સૂતો હતો.
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →