Articles

  • Dec 10, 2024 | tv9gujarati.com | Jignesh Patel

    અત્યાર સુધી જુદી જુદી રેસ્ટોરેન્ટમાંથી જીવજંતુ અને ઇયળ નીકળવાના અનેક સમાચાર સામે આવ્યા છે. જો કે અમદાવાદની એક રેસ્ટોરેન્ટમાંથી તો એકદમ જોખમી અને તમારા જીવને જોખમમાં મુકી દે તેવી વસ્તુ જમવામાંથી નીકળી છે. ગોતામાં એક રેસ્ટોરેન્ટમાં ગ્રાહકના ભોજનમાં એક મોટો કાચનો ટુકડો નીકળ્યો હોવાનું સામે આવ્યુ છે. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં ગઇકાલે રાત્રે આ ઘટના બની હતી. ગોતામાં એક બોક્સપાર્ક આવેલુ છે.જેમાં વામઝાઝ કરીને એક રેસ્ટોરેન્ટ આવેલુ છે.

  • Dec 8, 2024 | tv9gujarati.com | Jignesh Patel

    અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઇ રહ્યું છે. જેથી લોકોને વધુ સુવિધા મળી રહેશે અને લોકોને અગવડતા ના પડે તે માટે અદ્યતન પ્રકારે રેવલે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, રેલવે સ્ટેશનની કામગીરી હાલમાં કયા તબક્કામાં પહોંચી છે. તે બાબતે સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. આ બાબતે યોજાયેલી મહત્વની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર અને નેતા પણ ઉપસ્થિત રહ્યા.

  • Nov 21, 2024 | tv9gujarati.com | Jignesh Patel

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકના નિરાકરણ માટે શહેરના મુખ્ય જંકશન પર ડિઝાઇન અને સર્વેનો ખર્ચ કરીને એક સરસ મઝાની યોજના બનાવી. પહેલી તો વાત એ કે અમદાવાદના અનુપમ સિનેમા પાસેના સર્કલની કોઈપણ મંજૂરી પહેલાં જ નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી. પરંતુ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઇન મુશ્કેલીની ડિઝાઇન બની રહી છે. કેમકે તેના કારણે.

  • Sep 28, 2024 | tv9gujarati.com | Jignesh Patel

    નકલી અધિકારી અને ઓફિસરો બાદ રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે. ગોંડલ સ્ટેટના નામે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો હિમાંશુસિંહનો આક્ષેપ છે. અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતા હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ આરોપ લગાવ્યો છે.

  • Sep 22, 2024 | tv9gujarati.com | Jignesh Patel

    અમદાવાદમાં ફરી એક વાર AMCની બેદરકારી સામે આવી છે. વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા સામે આવી છે. 8 માર્ચ 2019માં શરુ કરાયેલુ થલતેજ આવાસનું કામ આજ સુધી પુરુ થયુ નથી. કોન્ટ્રાક્ટર સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કામ બંધ કરી દીધું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વર્ષ 2021 સુધીનો સમય પૂર્ણ થયો છતા કામ અધૂરું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમય પૂર્ણ થયો હોવા છતા કામ નહીં થતા AMCએ પગલા લીધા નથી. અનેક લાભાર્થીઓએ રુપિયા કંઈ પણ મળ્યુ નથી. 6 વર્ષથી લાભાર્થીઓ આવાસ મળવાની રાહ જોઈ રહ્યા છે.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →