Articles

  • 1 week ago | bombaysamachar.com | Sapna Desai

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૧૫૦ કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોરને ચાલુ કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ (એમએમઆરડીએ) તૈયારી કરી રહ્યું છે ત્યારે કામમાં થઈ રહેલા વિલંબને રોકવા માટે અને પ્રોજેક્ટને ડેડલાઈનમાં પૂરો કરવા માટે એમએમઆરડીએ ઓથોરિટીએ હવે કૉન્ટ્રેક્ટરોની સામે આંખ લાલ કરી છે.

  • 1 week ago | bombaysamachar.com | Sapna Desai

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રો-થ્રી (ઍક્વા લાઈન)ના પ્રવાસીઓને હવે ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો મળવાનો છે. મેટ્રો-થ્રીની ટિકિટ હવેથી ડિજિટલી નેટવર્કના માધ્મયથી એટલે કે જુદી જુદી ઍપ્સ પરથી પ્રવાસીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી ખરીદી શકશે. ઍક્વા લાઈન હવે ઓએનડીસી આ ડિજિટલ નેટવર્ક સાથે જોડાઈ ગઈ હોવાથી સ્કેન કરીને ટિકિટ ખરીદી કરવું સરળ બનશે. પ્રવાસીઓ હવે ઈઝી માય ટ્રિપ, રેડબસ, યાત્રી, વન ટિકિટ જેવી ઍપ્સ પરથી ક્યુઆર કોડ ટિકિટ સરળતાથી ખરીદી શકશે.

  • 1 week ago | bombaysamachar.com | Sapna Desai

    (અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ:મુંબઈ વિસ્તારના મહત્વપૂર્ણ કૃત્રિમ તળાવોમાંના એક પવઈ તળાવમાં આજે સવારે છ વાગ્યાની આસપાસ ભરાઇ છલકાયુ છે. ૫૪૫ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવનું પાણી પીવાલાયક નથી અને તેનો ઉપયોગ મુખ્યત્વે આરે ડેરી કોલોનીમાં પીવા સિવાય ઔદ્યોગિક હેતુઓ અને અન્ય હેતુઓ માટે થાય છે. છેલ્લા બે દિવસમાં તળાવના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે તળાવ વહેવા લાગ્યું છે. હાલમાં તળાવનું પાણીનું સ્તર 195.10 ફૂટ છે.

  • 1 week ago | bombaysamachar.com | Sapna Desai

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાળાઓની સફાઈ કરવાના પાલિકા સતત પ્રયાસ કરી રહી છે, છતાં નાળાઓમાં ગેરકાયદે કચરો નાખવાનું ચાલુ જ રહ્યું છે તેથી મુંબઈમાં પાણી ભરાવવાની સમસ્યા વિકટ બની ગઈ છે. પહેલાથી જ સાફ કરવામાં આવેલા ધારાવી ટી-જંક્શન નાળામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક કચરો ફેંકાયો હોવાનું જાણવા મળ્યા બાદ પાલિકાએ શાહુ નગર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ ગેરકાયદે રીતે ડમ્પિંગ માટે જવાબદાર વ્યક્તિ અથવા સંંબંધિત સંસ્થાને શોધી રહી છે.

  • 1 week ago | bombaysamachar.com | Sapna Desai

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બે તબક્કામાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત ફેઝ-વનમાં અત્યાર સુધી ૬૫.૫૩ ટકા અને ફેઝ-ટૂમાં માત્ર ૩૬.૮૪ ટકા કામ પૂરું થયું છે. કૉંક્રીટાઈઝેશન માટે ૩૧ મે, ૨૦૨૫ સુધીની મુદતમાં ૧,૩૮૫ રસ્તાના મળીને કુલ ૩૪૨.૭૪ કિલોમીટર લંબાઈના રોડનું કૉંક્રીટીકરણ પૂરું કરવામાં આવ્યું છે, જેમાં ૭૭૧ રસ્તાનાં કુલ ૧૮૬ કિલોમીટર લંબાઈના કામ ૧૦૦ ટકા પૂરા થઈ ગયા હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →